પ્રેમાળ અને આનંદી સ્વભાવના હોવાની સાથે શાહી મિજાજના હોય છે સિંહ રાશિના લોકો. સિંહની જેમ આ રાશિના જાતકો સ્વભાવે બાદશાહી મિજાજના હોય છે. : તમે હંમેશા એવા કામ કરવાનું પસંદ કરો છો, જે તમને મધ્ય સ્થાનમાં રાખે અથવા તો તેના કારણે લોકોમાં તમે અલગ તરી આવો. સિંહ જાતકો હંમેશા કામ કરવા તૈયાર રહે છે, પરંતુ તેના બદલામાં તેઓ અન્ય પાસેથી પ્રેમ ઈચ્છે છે.
સિંહ રાશિમાં જન્મેલા લોકો ભરોસાપાત્ર સેવક કે કર્મચારી હોય છે, તેમ જ ઉદાર મનના લીડર પણ હોય છે. પરંતુ પ્રેમમાં ઉપેક્ષા થયા પછી તેજસ્વી સિંહ જાતક પણ સાવ ભાવ ઝીરો બની જાય છે. પ્રમાણિક અને નિખાલસપણે જીવવાનું પસંદ કરે છે.
સિંહ જાતકો સામાન્ય રીતે થીયેટર, પરફોર્મિંગ આર્ટસ અને જન સંપર્ક જેવા માધ્યમો તરફ વધારે આકર્ષાયેલા રહે છે, કારણ કે તેઓ અન્ય સમક્ષ પોતાની વાતને ખૂબ સારી અભિવ્યક્ત કરી શકે છે. આપ આપની આસપાસના લોકોની લાગણીઓની કદર કરવાનું ક્યારેય ભૂલતા નથી.
સ્વામી ગ્રહ : સિંહ રાશિનો સ્વામી નિર્વિવાદ પણે આપણા સૌરમંડળનો મોભી ગણાતો ગ્રહ સૂર્ય છે. તે હંમેશા કેન્દ્રમાં જ રહે છે અને પૃથ્વી પરની તમામ પ્રકારની ઉર્જાનો આધાર સૂર્ય જ છે. જ્યોતિષની દ્રષ્ટિએ સૂર્ય આપણામાં રહેલી ઇચ્છાશક્તિનું પ્રતિક છે. સૂર્ય આ પૃથ્વી પરના પ્રત્યેક જીવમાં ગરમી અને ઉર્જા પૂરી પાડે છે, તેમ જ તેને જીવવા માટેનું પરિબળ છે. સિંહ રાશિનો મુખ્ય ગ્રહ સૂર્ય ‘સ્વ’નું પ્રતિક છે અને તેમાંથી જ કોઈ પણ સર્જન કે વ્યક્તિત્વની ઉત્પત્તિ થાય છે.
નામાક્ષર : મ, ટ
સ્વભાવ : સ્થિર
સારા ગુણો : ,દમામદાર ,આશાવાદી, રોમેન્ટિક ,ઉદાર, જાતરખુ, સ્વાભિમાની, શિષ્ટાચારી, વફાદાર
નકારાત્મક ગુણો : અધીરા, ફાંકાબાજ -બડાઈખોર, હિંસક, ઘમંડી.
વિશેષતાઓ : ઉદાર, જાતરખુ, વફાદાર, હિંસક, સ્વાભિમાની, દમામદાર, આશાવાદી, રોમેન્ટિક, શિષ્ટાચારી, ઘમંડી, અધીરા, ફાંકાબાજ.
સિંહ રાશિનું ચિહ્ન : સિંહ
પાંચમો ભાવ : કુંડળીમાં પાંચમો ભાવ સંતાનો સાથે સંકળાયેલો છે. પરંતુ બાળકો જેવી કોઈપણ પ્રવૃત્તિ સાથે તેનો કોઈ પણ સંબંધ નથી. તમામ આત્મ અભિવ્યક્તિ અને રચનાત્મકતા આ ક્ષેત્ર માંથી જ આવે છે. ઉપરાંત આ ભાવ રોમેન્ટિક પ્રેમ સાથે પણ સંબંધ ધરાવે છે. પાંચમો ભાવ એકંદરે આનંદ-પ્રમોદનો છે તેમ કહી શકાય.
સિંહ રાશિનું તત્વ : અગ્નિ પ્રકાશ અને ઉર્જા આપે છે. એક મીણબત્તી આખા ઓરડાને ઉજાસ આપે છે અને જો તેના પ્રકાશમાં એકના બદલે દસ વ્યક્તિઓ પણ વાંચતી હોય તો મીણબત્તી વધારે નથી બળી જતી. અગ્નિ હંમેશા વર્તમાનમાં રહે છે અને ભવિષ્યનું વિચાર્યા વિના માત્ર પ્રાપ્ય ઈંધણ પ્રમાણે સળગતી રહે છે. આ રાશિના જાતકો તેમની અંત:સ્ફુરણા અને આત્માના અવાજ પર સફળતાપૂર્વક વિશ્વાસ મૂકે છે. અગ્નિ તત્વના સિંહ જાતકો તેજસ્વી અને ગરમ જોશ હોય છે. તેઓ ઉનાળાના સૂર્ય સામાન હોય છે, જે સતત પોતાના સમયકાળમાં ઉર્જા અને શક્તિ અપાતા રહે છે.
સિંહ જાતકોની શક્તિ : આપનો પ્રેમાળ અને આનંદી સ્વભાવ આપની તાકાત છે.
સિંહ જાતકોની નબળાઈ : કોઈપણ બાબતે માન્યતા કે સંમતિનું આપના જીવનમાં ઘણું વધારે મોટું સ્થાન છે.
સિંહ જાતકોની કારકીર્દિ : સિંહ રાજાઓની રાશિ છે. સિંહ જાતકો સેના અને સિવિલ સર્વિસ, એક્ટિંગ, ડાન્સિંગ, એજ્યુકેશન અથવા કોઇ સંસ્થાના મુખ્ય પદ પર હોય છે.
સિંહ જાતકો મિત્ર તરીકે : આપ ઘણાં સારા દોસ્ત બનો છો. આપ લોકોને છેતરતા નથી. આપ મિત્રતામાં ગંભીર અને પ્રેમાળ હ્રદય ધરાવતા છો. જે વ્યક્તિ સિંહ જાતકની મિત્રતા ધરાવે છે તે ખુબ નસીબદાર હોય છે.
સિંહ જાતકો માતા તરીકે : પોતાના બાળકો માટે સિંહ જાતક માતા પણ પિતા જેવું જ વલણ ધરાવતી હોય છે. તમે છોકરીઓ કરતા છોકરાઓને વધુ સારી રીતે ટેકલ કરી શકો છો. આપ બહાર રમાતી રમતોમાં ભાગ લેવા તમારા બાળકને પ્રોત્સાહિત કરી તેમને ખૂબ સક્રિય રાખશો. માતાની જવાબદારીને પણ તમે ખૂબ સારી રીતે નિભાવી જાણશો.
સિંહ જાતકો પિતા તરીકે : સિંહ પિતાની રાશિ છે અને તે પિતૃત્વના સાક્ષાત સ્વરૂપ તરીકે બાળકો પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યા કરે છે. તમે દયાળુ, પ્રેમાળ, પ્રામાણિક અને અનેક રીતે પ્રભાવશાળી પિતા છો. આપ ઉત્સાહી છો અને હંમેશા એક બાળક જેવા ગુણો ધરાવતા છો. તમને બાળકો પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. આપના બાળકો સાથે વધુ પડતા જીદ્દી ન બનશો અને તેમના જીવન પર તમે વધુ પડતા હાવિ ન થઇ જાઓ તેનું ધ્યાન રાખજો.
શારીરિક બાંધો : સિંહ જાતકો ઊંચા, સપ્રમાણ અને મજબૂત કાયાના માલિક હોય છે. લાંબા પગ, વિશાળ કપાળ, સુંદર તેજસ્વી આંખો, ઘાટા અને સોનેરી વાળ ધરાવતા સિંહ જાતકોને જોતાં પહેલી નજરે તેઓ ઉદાત્ત, ગર્વિષ્ઠ, સમતોલ અને બધાથી જુદા તરી આવે તેવા હોય છે. તેમના દાંત નબળા હોય છે. અવાજ ઊંડો અને ઘેરો હોય છે. છાતી પહોળી હોય છે. સિંહ જાતકોની ચાલ દમામદાર અને મોહક હોય છે.
સ્વાસ્થ્ય : સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સિંહ જાતકોની કરોડરજ્જૂ, હ્રદય અને આંખો નબળી હોય છે. સિંહ જાતકોએ જરૂર ન હોય ત્યાં પોતાની શક્તિ ના વેડફવી જોઈએ.
સૌંદર્ય ટીપ્સ : સોનેરી અને કેસરી રંગ સિંહ જાતકોને વધારે સારા લાગે છે, જેઓ હંમેશા અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા ઈચ્છતા હોય છે. ગૉલ્ડન મસ્કારા તેમની સુંદર તેજસ્વી આંખોની સુંદરતામાં વધારો કરે છે. ઘેરા રંગનું નેઈલપૉલિશ અને ડાર્ક રંગના કોઈ પણ પોષાક તેમની ભવ્યતામાં ઉછાળો કરી આપે છે.
મનગમતી ખાદ્યસામગ્રી : સિંહ જાતકોને ભાવતી વસ્તુઓમાં ઇંડા, શતાવરી, અંજીર, લીંબુ, નારિયેળ, પીચ, સૂર્યમુખીના બીજ અને સફરજનનો સમાવેશ થાય છે. મધ અને માંસ એકદમ જરૂરી છે. શાકાહારી લોકોએ જેમાં આયર્નનું પ્રમાણ વધારે હોય તે નિયમિત ખાવું જોઇએ.
આદતો : સિંહ જાતકો તેમનામાં રહેલી રચનાત્મકતા, બુધ્ધિ અને સમજશક્તિ પર ઘણા મુસ્તાક હોય છે અને તેનો તેમને અભિમાન પણ હોય છે, તેમની આ હરકતો કોઈક વખત ચલાવી લેવાય છે પરંતુ લાંબા સમયે તે તેમની સાથેના માણસોમાં રોષની લાગણી ઉત્પન્ન કરે છે. તેમણે માત્ર પોતાની બડાશો ન હાંકતા અન્ય લોકોની ખૂબીઓને સ્વીકારતા અને તેની સરાહના કરતા પણ શીખવું જોઈએ.
મઘા નક્ષત્ર : આ નક્ષત્રના દેવ પિતૃ તથા સ્વામી કેતુ છે. આથી આ જાતકોમાં દીર્ઘદ્રષ્ટીનું પ્રમાણ ઘટે છે. નાના માણસોથી છેતરાવાની સમસ્યા તેમનામાં જોવા મળે છે. તેમનામાં ભોળપણનું પ્રમાણ વધારે હોય છે. અકસ્માત અને ફ્રેક્ચર થવાની શક્યતા પણ સૌથી વધારે રહે છે.
પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર : આ નક્ષત્રને દેવ સૂર્ય અને તેને સ્વામી શુક્ર છે. તેમનામાં નિયમિતતાનો ગુણ વિશેષ જોવા મળે છે અને સામાધાનની વૃત્તિ ઘટે છે. તેમની પસંદગી ઘણી ઉંચી હોય છે અને આત્મવિશ્વાસનું પ્રમાણ ઓછુ જોવા મળે છે. તેમનામાં અહં વધારે હોય છે. આ જાતકો આળસુ પ્રકૃતિના હોય છે. તેમને ભૌતિક સુખ-સંપત્તિ મેળવી વૈભવી શૈલીમાં જીવન જીવવાનું ખૂબ જ પસંદ હોય છે.
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર : આ નક્ષત્રને દેવ આર્યમાન (સૂર્યનો ભેદ) તેમજ નક્ષત્ર સ્વામી પણ સૂર્ય છે. સિંહ રાશિના બધા જ સારા ગુણો આ જાતકોમાં વિશેષરૂપે ખીલી ઉઠે છે. આ નક્ષત્રના જાતકોમાં દૂરંદેશીપણું જોવા મળે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Gujju Mafiya પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.