તુલસીના પાનાને પવિત્ર માનવામાં આવે છે. પરંતુ પ્રથમ પૂજનીય દેવ ગણેશજીની પૂજામાં તુલસીના પાન નથી વપરાતા , તેનું કારણ શું છે તેની કથા આજે તમને જાણવા મળશે.
આ હતું કારણ ?
એકવાર કિશોર ગણેશજી તપમાં લીન હતા. ગણેશજી રત્નજડિત સિંહાસન પર બેઠા હતા અને ચંદનના લેપ સાથે તેમના આકર્ષક શરીરને જોઈને તુલસીજી તેમની પર મોહિત થઈ ગયા અને તેમની સાથે વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂકી દીધો.
તપસ્યા ભંગ થવાને લીધે ગણેશજી ખૂબ જ ક્રોધે ભરાયા અને તેમણે બ્રહ્મચારી હોવાનું કહીને આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો.
ગણેશજીએ પ્રસ્તાવ ઠુકરાવી દીધો તેથી તુલસીજી ખૂબ જ ગુસ્સે થયા અને તેમણે ગણેશજીને શ્રાપ આપ્યો કે તેમના બે વિવાહ થશે.
ત્યારે ગણપતિજી એ શ્રાપ આપ્યો કે તારા લગ્ન શંખચૂર્ણ રાક્ષસ સાથે થશે અને એ પછી તુલસીના વિવાહ શંખચૂડ નામના રાક્ષસ સાથે થઈ જાય છે.
ત્યારપછી લક્ષ્મીજી શ્રાપ પાછો લેવા કહે છે, પરંતુ ગણેશજીએ કહ્યું કે તેઓ શ્રાપ પાછોનહીં લઈ શકે પરંતુ તેનો ઉપાય બતાવતા ગણેશજી કહે છે કે, તું છોડનું રૂપ ધારણ કરીશ અને કળિયુગમા મોક્ષનો માધ્યમ બનીશ પરંતુ મારી પૂજા માં તારો ઉપયોગ નહિ થાય. આ કારણે તુલસી નો ઉપયોગ ભગવાન ગણપતિની પૂજા માં થતો નથી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.