વિશ્વના 5 વિચિત્ર છોડ, જેની અજોડ ડિઝાઇન લોકોને કરે છે આશ્ચર્યચકિત…

વિશ્વના 5 વિચિત્ર છોડ, જેની અજોડ ડિઝાઇન લોકોને કરે છે આશ્ચર્યચકિત…

પૃથ્વી પર ઘણા પ્રકારના છોડ છે. પ્રકૃતિના વરદાનમાં છોડનું મહત્વનું સ્થાન છે. માનવ જીવન ચક્રમાં છોડ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કારણ કે ઝાડ અને છોડ ફક્ત ખોરાકની જરૂરિયાતો જ પૂર્ણ કરતા નથી, પરંતુ તે વિશ્વમાં સંતુલન જાળવવા માટે પણ જરૂરી છે. આજે અમે તમને વિશ્વના પાંચ વિચિત્ર છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે જોવા મા ખૂબ જ વિચિત્ર છે.

1. ડેવિલ્સ ટૂથ:

તેનું નામ ડેવિલ્સ ટૂથ છે. તે એક પ્રકારનું મશરૂમ છે, પરંતુ તે ખાવામાં આવતું નથી. તેની ઉપલી સપાટી લાલ ફોલ્લીઓ જેવી લાગે છે, જે બરાબર માનવ રક્ત જેવું લાગે છે. એવું લાગે છે કે જાણે છોડમાંથી લોહી નીકળ્યું હોય.

2. ઓક્ટોપસ સ્ટિંકહોર્ન:

આ છોડને ‘ઑક્ટોપસ સ્ટિંકહોર્ન’ તરીકે ઓળખવામાં આવે છે. આ લાલ છોડ આઠ પગવાળો ઓક્ટોપસ જેવો લાગે છે. આ છોડથી ઘણી બધી ગંધ આવે છે. આને કારણે તે જંતુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.

3. બુદ્ધાજ હેન્ડ:

‘બુદ્ધાજ હેન્ડ’ નામના આ વિચિત્ર પ્લાન્ટને જોતા એવું લાગે છે કે જાણે તેનીમાંથી ઘણી આંગળીઓ નીકળી હોય. ખરેખર તે લીંબુની જાત છે, પરંતુ તે ગોળ નથી. તે ખૂબ જ સુગંધિત છે. ઘણા લોકો તેનો ઉપયોગ રૂમ ફ્રેશનર તરીકે પણ કરે છે.

4. ડોલ્સ આઇઝ:

આ છોડને ‘ડોલ્સ આઇઝ’ કહેવામાં આવે છે, કારણ કે તેને જોઈને એવું લાગે છે કે જાણે કે છોડ પર ઘણી આંખો લગાવી હોય. આવી આંખો કે જે કાપડથી બનેલી ઢીંગલી ઓમાં લગાવેલી હોય છે. ખરેખર, તે એક પ્રકારનો બોર છે, પરંતુ તેને ખવાતું નથી, કારણ કે તે એક ઝેરી છોડ છે.

5. બ્લેક બેટ:

બ્લેક બેટ નામનો આ પ્લાન્ટ પાંખો ફેલાવતા ચામાચીડિયાં જેવો લાગે છે. તે સામાન્ય રીતે થાઇલેન્ડ અને મલેશિયામાં જોવા મળે છે. તેના પાંદડા 12 ઇંચ સુધી લાંબા હોય છે. જો કોઈ રાત્રે આ પાંદડા જુએ તો લાગે છે કે ત્યાં ચામાચીડિયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *