રેસલિંગની દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર રેસલર ધ ગ્રેટ ખલીને કોણ નથી જાણતું. જોન સીના, અંડરટેકર અને કેન જેવા દિગ્ગજ કુસ્તીબાજોને હરાવનાર ખલીએ રાજકારણની દુનિયામાં પણ પ્રવેશ કર્યો છે. ખલીનું સાચું નામ દલીપ સિંહ રાણા છે, તે હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લાનો રહેવાસી છે.
તે ભારતનો પહેલો ફાઇટર છે જેણે WWEની દુનિયામાં વર્લ્ડ હેવીવેઇટ ટાઇટલ જીત્યું છે. ધ ગ્રેટ ખલીના લગ્ન વર્ષ 2002માં થયા હતા, તેમની પત્નીનું નામ હરમિન્દર કૌર છે. તે જલંધરના નૂરમહલની રહેવાસી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હરમિન્દર કૌરે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. બંનેની ઊંચાઈમાં તફાવત હોવા છતાં પણ તેમની બોન્ડિંગ ઘણી સારી છે. ખલીએ લગ્નના થોડા વર્ષો પછી જ કુશ્તીની દુનિયામાં પ્રવેશ કર્યો અને ઘણું નામ કમાવ્યું.
ખલીને અવલીન રાણા નામની પુત્રી છે જેનો જન્મ લગ્નના 12 વર્ષ બાદ ફેબ્રુઆરી 2014માં થયો હતો. ખલીની પત્ની પણ દેખાવમાં ખૂબ જ સુંદર છે.ખલીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે ખૂબ જ રોમેન્ટિક છે અને તેની પત્નીને સરપ્રાઈઝ આપતો રહે છે. જ્યારે તેને તક મળે છે ત્યારે તે તેની પત્ની માટે પાર્ટીનો પ્લાન પણ બનાવે છે. તે ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળે છે જેથી તેના કારણે તેના પરિવારને કોઈ મુશ્કેલી ન પડે.
ખલીએ ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે તે દરરોજ 5 કિલો ચિકન ખાય છે. આ સિવાય 55 ઈંડા અને 10 લીટર દૂધ પણ તેના આહારમાં સામેલ છે. ચીટના દિવસે તેઓ ઓછામાં ઓછા 60-70 ભટુરા ખાઈ શકે છે. તેને ખાવામાં ચિકન કરી અને ઈંડાની કરી ખૂબ જ પસંદ છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. ખલીએ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.