મિત્રો, આપણી પૌરાણિક હિંદુ પરંપરાઓ મુજબ નિયમિત સૂર્યનારાયણને જળ અર્પણ કરવુ ખુબ જ લાભદાયક સાબિત થઇ શકે છે. જો સંપૂર્ણ વિધિ સાથે પ્રભુ સૂર્યદેવને જળ અર્પણ કરવામા આવે તો તે ખુબ જ લાભદાયક સાબિત થઇ શકે છે. રવિવારનો દિવસ એ સૂર્યપૂજા માટે શ્રેષ્ઠ દિવસ માનવામા આવે છે.
આપણા પૌરાણિક શાસ્ત્રોમા સૂર્યને સર્વ ગ્રહોનો અધિપતિ માનવામા આવ્યો છે. શું તમે જાણો છો કે, સૂર્યને જળ અર્પણ કરતા સમયે કોઈપણ પ્રકારની ભૂલ તમે કરો છો તો તે તમારા માટે ખુબ જ નુકશાનદાયી સાબિત થઇ શકે છે. જો તમે તમારી કુંડળીના તમામ દોષોમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તથા તમે તમારા ઘરમા સુખ અને સમૃદ્ધિનો વાસ થાય એવુ ઈચ્છતા હોવ તો સૂર્યદેવની પૂજા કરતા સમયે અમુક વિશેષ બાબતો અંગે સાવચેતીઓ રાખવી પડશે, ચાલો જાણીએ.
હમેંશા વહેલી સવારે સ્નાન કર્યા પછી બ્રહ્મ મહુર્તમા જ સૂર્યનારાયણને જલ અર્પણ કરવુ જોઈએ. આ ઉપરાંત જળ અર્પણ કરવા માટે હમેંશા તાંબાના પાત્રોનો જ ઉપયોગ કરવો જોઈએ. ક્યારેય પણ કાચના કે પ્લાસ્ટિકના પાત્રમા સૂર્યનારાયણને પાણી રેડવુ જોઈએ નહિ. જો તમે આ અમુક બાબતોનુ ધ્યાન રાખીને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો છો તો તે તમારાથી ખુબ જ પ્રસન્ન થાય છે.
આ સિવાય જો તમે તાંબાના પાણીમા અક્ષત ચોખા અને કુમકુમ ઉમેરી ત્યારબાદ સૂર્યદેવને જળ અર્પણ કરો અને જળ અર્પણ કરતા સમયે સૂર્યમંત્રનો મંત્રોચ્ચાર કરો તો તમને વિશેષ ફળની પ્રાપ્તિ થઇ શકે છે. આ સિવાય જો તમે રવિવારના રોજ ગોળનુ દાન કરો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.
જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો ત્યારે મનમા “ઓમ સૂર્યાય નમઃ”, “ઓમ ભાસ્કરાય નમ:”, “ઓમ આદિત્યાય નમ:” વગેરે જેવા મંત્રોનુ મંત્રોચ્ચાર કરવુ. આમ, કરવાથી તમને કાર્યક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થશે. આ સિવાય તમને વ્યવસાય ક્ષેત્રે પણ સારા એવા લાભ પ્રાપ્ત થઇ શકે છે.
જો તમારામા આત્મવિશ્વાસનો અભાવ હોય તો તે પણ દૂર થાય છે. આ ઉપરાંત તમારુ જીવન ભયમુક્ત બને છે. માટે તમે પણ નિયમિત સવારે ઉઠીને સૂર્યનારાયણને જળ અર્પણ કરો અને તમારા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવો.