શું તમને ખબર છે કે સ્વર્ગ અને નરકથી અલગ એ સ્થાન જ્યા પિતૃઓ રહે છે ?

શું તમને ખબર છે કે સ્વર્ગ અને નરકથી અલગ એ સ્થાન જ્યા પિતૃઓ રહે છે ?

પિતૃ પક્ષ 2021 – પિતૃ પક્ષમાં લોકો પોતાના પરિવાર માટે તર્પણ કર છે, પણ શુ આપ જાણો છો છેવટે પિતર કોણ હોય છે અને તેઓ ક્યા રહે છે. સાથે જ જાણો તેમની સાથે જોડાયેલી અનેક સ્ટોરી.

હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનુ વિશેષ મહત્વ છે. પિતૃ પક્ષ દરમિયાન પિતરોની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે. પિતરોને લઈને દરેક રાજ્યમાં અનેક પ્રકારની સ્ટોરીઓ કહેવામાં આવે છે. કહેવાય છે કે પિતૃ પક્ષમાં દાન વગેરે કરવાથી પિતરોને શાંતિ મળે છે. આવામાં પિતૃ પક્ષ દરમિયાન જાણવાની કોશિશ કરીએ કે છેવટે પિતરને લઈને શુ સ્ટોરી છે અને પિતૃઓ કયા રહે છે.

પહેલા તમને જણાવી દઈએ કે હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે ભાદરવા મહિનામાં પૂર્ણિમાના દિવસથી પિતૃ પક્ષની શરૂઆત થાય છે. આ વખતે શ્રાદ્ધ પક્ષ 20 સપ્ટેમ્બરથી શરૂ થયો છે જે 06 ઓક્ટોબર 2021 સુધી ચાલશે. આ 15 દિવસ સુધી કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ. પિતુ પક્ષમાં પૂર્વજોની આત્માઓની શાંતિ માટે પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસો દરમિયાન યમરાજ જીવને પણ મુક્ત કરે છે જેથી તેના સંબંધીઓ પાસેથી તર્પણ લઈને તે પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે.

એવુ કહેવાય છે કે પુણ્ય કરવાથી પાપમાંથી છુટકારો મેળવી શકાય છે. સાથે જ જે વ્યક્તિ જીવનમાં સારા કાર્યો કરે છે તેને સ્વર્ગમાં સ્થાન મળે છે અને જે વ્યક્તિ ખરાબ સમય કરે છે અથવા પાપ કરે છે તેને નરકમાં સ્થાન મળે છે. પરંતુ, ઘણા ધાર્મિક પુસ્તકો એવા સ્થળનું પણ વર્ણન કરે છે જે સ્વર્ગ અને નરક બંનેથી અલગ છે. એવું કહેવાય છે કે આ તે જગ્યા છે જ્યાં પિતૃ એટલે કે આપણા પૂર્વજો મોક્ષ મળવાથી ત્યા જ રહે છે.

ક્યા રહે છે પિતૃ ?

હિન્દુ પૌરાણિક કથાના નિષ્ણાત દેવદત્ત પટનાયક તેમના પુસ્તક Myth=Mithya માં પૂર્વજો વિશે લખ્યુ છે, પૂર્વજો માટે એક અલગ જગ્યા છે. તેમણે પુસ્તકમાં લખ્યું છે કે નરકનો રહેવાસી સ્વર્ગ તરફ વળી શકે છે. પરંતુ, એક એવી જગ્યા છે જ્યાં કોઈ આશા નથી. આ સ્થળને પુત કહેવામાં આવે છે. આ એ પિતૃઓ માટે અનામત છે જેઓ મૃત્યુલોકમાં ફસાયા છે, જ્યાં પુનર્જન્મની કોઈ આશા નથી.

કેવી રીતે રહે છે ?

પુસ્તકમાં ચિત્ર દ્વારા સમજાવ્યુ છે કે પિતૃઓ પુત લોકમાં ઊંઘા લટકી રહ્યા છે અને તેમના પગ દોરડાથી ઉપર બંધાયયેલા હોય છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર, પુરુષ સ્વરૂપ આત્મા અને ભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે સ્ત્રી સ્વરૂપ દ્રવ્ય અને શરીરનું પ્રતિનિધિત્વ કરે છે. વૃદ્ધ પુરુષો આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. સાથે જ દોરડું નશ્વર શરીરનું પ્રતિનિધિત્વ કરે છે, જેનાથી પ્રાણી વિશ્વ સાથે જોડાયેલો છે.  એવું કહેવામાં આવે છે કે જો ઘરતી પરના તમામ વંશજો સંતાન પેદા કરવાની ના પાડી દે તો તેઓ ક્યારેય દુનિયામાંથી બહાર નીકળી શકે નહીં. તેઓ પ્રલય થતા સુધી ફસાયેલા રહેશે.

ક્યારે થાય છે પિતૃઓનો પુનર્જન્મ ?

પુસ્તકમાં લખ્યું છે કે, ‘પુનર્જન્મ ત્યારે જ થઈ શકે છે જ્યારે કોઈ આપણુ વંશજ બાળક પેદા કરે. જેઓ બાળકને જન્મ આપ્યા વિના મૃત્યુલોક ચાલ્યા જાય છે તેમની પાસે દુનિયામાં કોઈ એવ નથી બચતુ જે તેમને માટે પુનર્જન્મ સુનિશ્ચિત કરી શકે.

તેઓ પુતમાં રહેવા માટે બંધાયેલા છે. તેથી એક દિકરા અને દિકરીને સંસ્કૃતમાં પુત્ર અને પુત્રી કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે પુતમાંથી મુક્તિ અપાવનારો. એક બાળકને જન્મ આપીને, વ્યક્તિ માત્ર તેના પૂર્વજોનું ઋણ જ નથી ચુકવતો પણ તે સાથે સાથે પિતરને પણ મૃત્યુલોકથી જીવલોકમાં ભાગવામાં મદદ કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *