તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મહાલક્ષ્મી અને ફિલ્મ પ્રોડ્યુસર રવિન્દ્ર ચંદ્રશેકરન તેમના લગ્નને લઈને ઘણી ચર્ચામાં છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કેટલાક લોકો તેમને પસંદ કરી રહ્યા છે તો કેટલાક તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે.
જોકે આ નવપરિણીત યુગલ કોઈની પણ ચિંતા કર્યા વિના આરામથી લગ્નજીવન માણી રહ્યું છે. બંનેએ ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન બાદ તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ કારણ છે કે આ જોડી ઘણી ચર્ચામાં છે.
આલોચના છતાં પણ બંને સતત પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચંદ્રશેખરન અને મહાલક્ષ્મી બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, બંનેએ તેમના ખૂબ જ નજીકના મિત્રો અને સંબંધીઓની હાજરીમાં મંદિરમાં સાદગીથી લગ્ન કર્યા હતા.
જોકે આ મહાલક્ષ્મીના બીજા લગ્ન છે. તેના પહેલા લગ્ન અનિલ નામના વ્યક્તિ સાથે થયા હતા, તેમને એક પુત્ર પણ છે. તે પછી મહાલક્ષ્મીએ રવિન્દ્ર સાથે લગ્ન કર્યા. રવિન્દ્ર સાથેનો ફોટો શેર કરતા મહાલક્ષ્મીએ લખ્યું કે જીવન સુંદર છે અને તમે પણ.
રવિન્દ્રએ પોતાના લગ્ન વિશે ઈન્ટરનેટ પર લખ્યું કે મારા જીવનની આઠમી અજાયબી મારી પત્ની છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં મહાલક્ષ્મીએ લખ્યું કે દુનિયા ગમે તે કહે, જ્યાં સુધી મારું હૃદય ધડકવાનું બંધ ન કરે ત્યાં સુધી હું તને પ્રેમ કરીશ. તારા વિના હું કંઈ નથી, તું જ મારું સર્વસ્વ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.