મોઢામાં ચાંદા પડતા હોય તો કરી નાખો આ ઘરેલું ઉપાય…થઇ જશે એકદમ સારું

મોઢામાં ચાંદા પડતા હોય તો કરી નાખો આ ઘરેલું ઉપાય…થઇ જશે એકદમ સારું

મોઢાનાં ચાંદાને નાસૂર ઘા પણ કહેવામાં આવે છે. કાં તો તે એક ઘા તરીકે આવે છે, નહિંતર તે જૂથમાં પણ થાય છે. તે મોઢામાં લાલ ચકામાની જેમ દેખાય છે કે જે ઊપરની તરફ સફેદ – પીળા હોય ખે જે જેમાં બહુ વધારે દુઃખાવો થાય છે.

આ ઘા ઈજા જેવા હોય છે કે જે કાં તો જીભ, ગાળમાં, હોઠો પર કે મોઢાની નીચેની તરફ થાય છે. તેમનો દુઃખાવો બહુ મુશ્કેલ હોય છે અને જમતી વખતે કે બ્રશ કરતી વખતે બહુ તકલીફ પડે છે.

શું તમે જાણો છો કે મોઢાનાં ચાંદા આ બાબતનો સંકેત હોય છે કે આપનાં શરીરમાં કંઇક અસંતુલન થઈ રહ્યું છે; જેમ કે કબજિયાત, એસિડિટી, પોષક તત્વોની ઉણપ કે હૉર્મોન્સમાં અસંતુલન?

મોઢામાં ચાંદા થવાનાં અન્ય ઘણા કારણો પણ હોઈ શકે છે; જેમ કે ગરમી, બહુ વધારે ધૂમ્રપાન કરવું, તાણ કે દાંતની સાફ-સફાઈ ન રાખવી.

જો આપની જીભનાં કિનારે ચાંદા છે અને આપનાં પેઢામાંથી સતત લોહી વહી રહ્યું છે, તો તે આ વાતનો સંકેત છે કે આપે ફોલિક એસિડ, વિટામિન સી અને બાયોફ્લાવોનાઇડ્સ લેવાની જરૂર છે.

જો આપનાં શરીરમાં બી2 તથા ફોલિક એસિડની ઉણપ હોય, તો શક્ય છે કે આપને ચાંદા વારંવાર થાય.

1. બૅકિંગ સોડા :

બૅકિંગ સોડામાં એલ્કલાઇન ગુણો હોય છે કે જે એસિડને બિનઅસરકારક કરી દે છે, કારણ કે આ એસિડ જ ચાંદાનું મુખ્ય કારણ હોય છે.

1/2 કપ પાણીમાં 1 ચમચી બૅકિંગ સોડા મેળવી કોગળા કરો. ધ્યાન રહે કે તેને સારી રીતે મેળવો. કોશિશ કરો કે આ મિશ્રણ મોઢાનાં અંદર તમામ બાજુ પ્રસરે અને બાદમાં તેને થૂકી દો. એવું દિવસમાં બે વાર કરો.

2.મધ :

મધમાં એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે. તે ચાંદાઓથી આરામ અપાવવામાં સહાયક છે અને ઘા રૂઝવાની પ્રક્રિયા તીવ્ર કરે છે.

મધમાં એક ચમચી આંબળા પાવડર મેળવી લગાવો. આ મિશ્રણને પ્રભાવિત જગ્યાએ લગાવો. ઘા જલ્દી રૂઝે, તેના માટે તેમાં હળદર પણ મેળવો.

3.બરફ:

ઘણી વખત મોઢામાં ચાંદા પેટની ગરમીના કારણે પણ પડે છે. એવામાં તમે બરફનો ઉપયોગ કરી શકો છો. બરફના એક ટુકડાને પોતાની જીભ પર હલ્કા હાથથી લગાવો. જ્યારે લાર ટપકે તો તેને ટપકવા દો. તેનાથી તમને રાહત મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *