સામાન્ય રીતે વડીલો કહે છે કે જ્યારે પણ કોઈ મંદિરે દર્શન માટે આવે છે ત્યારે દર્શન થઇ ગયા બાદ મંદિરના ઓટલે એટલે કે દાદર પર બેસવાની પરંપરા છે, તો તમે આના પાછળનું કારણ જાણો છો ?
જો ન જાણતા હોવ તો આજે આ લેખમાં ખાસ તેના વિષે જ વાત કરી છે અને સાથે એક શ્લોકની પણ વાત કરી છે કે જે દાદર પર બેસતી વખતે બોલવાથી તમે ખુબ જ ધનવાન બની શકો છો, તો ખાસ જાણીલો આ એક મંત્ર વિષે તમેપણ…
ખરેખર, મંદિરના પગથિયા પર બેસીને આપણે એક શ્લોક બોલવો જોઈએ. આ શ્લોકને આજે લોકો ભૂલી ગયા છે. તો ખાસ જાણીલો આ મંત્ર તમેપણ.
શ્લોક :
अनायासेन मरणम् ,बिना देन्येन जीवनम्।
देहान्त तव सानिध्यम्, देहि मे परमेश्वरम् ।।
ઉપર જે શ્લોક આપ્યો છે તેનો અર્થ જો તમે સમજશો તો તે ખુબ જ સુંદર શ્લોક છે અને તેનો અર્થ નીચે સમજાવ્યો છે.
अनायासेन मरणम्..એનો અર્થ એ છે કે આપણે દુઃખ વિના જ મરવું જોઈએ, ક્યારેય કોઈ રોગ કે પથારીમાં પડીને મૃત્યુ કરતા હાલતા ફરતા જ શ્વાસ જાય તે સારું માનવામાં આવે છે.
बिना देन्येन जीवनम्..જેનો અર્થ થાય છે કે આપણે ક્યારેય કોઈ પર આધારીત ન રહેવું જોઈએ.
देहांते तव सानिध्यम .. મતલબ કે જ્યારે પણ મૃત્યુ થાય ત્યારે ભગવાનની સામે રહેવું. ભીષ્મ પિતામહનું મૃત્યુ થયું ત્યારે, ઠાકુર પોતે તેમની સામે ઉભા હતા.
देहि में परमेशवरम्.. એટલે કે હે ભગવાન આવું વરદાન અમને આપજો.
વડીલો કહે છે કે જ્યારે પણ તમે કોઈ મંદિરની મુલાકાત લેવા જાઓ છો, મંદિર જોવા આવ્યા પછી તમે બહાર આવો છો અને મંદિરની શિષ્ય, સીડી અથવા ઓટલા પર બેસવું જોઈએ.
આ સાથે સાથે એક બાબત ખાસ એ કહેવામાં આવે છે કે, ભગવાનને હંમેશાં મંદિરમાં ખુલ્લી આંખોથી જોવું જોઈએ.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.