કયા વર્ષમા ખુલશે તમારા નસીબનુ તાળુ, જાણો તમારા મૂળાંક પ્રમાણે

કયા વર્ષમા ખુલશે તમારા નસીબનુ તાળુ, જાણો તમારા મૂળાંક પ્રમાણે

હિંદુ ધર્મ ના પોરાણિક શાસ્ત્રો મુજબ ઘણી જગ્યાએ તેવું દર્શાવ્યું છે કે આપણું જીવન બ્રહ્માંડ અને તેમાં આવતા ફેરફાર સાથે જોડાયેલું છે. પછી તેમાં ગ્રહો ની ગતિવિધિઓ હોય કે આપણા નામ મા રેહતી કંપન, આપણી જન્મ તારીખ આ બધા આપણા જીવન મા ઘણો મહત્વ ધરાવે છે. એટલે તો આ ગણતરી દર્શાવતું અંકશાસ્ત્ર નું આપણા જીવન મા વધુ મહત્વ છે.

આ અંકશાસ્ત્ર મુજબ તમારો જન્માંક એ તમારા જન્મ તારીખ ના આંક નો સરવાળો છે.જો એક દાખલા પ્રમાણે જો તમારી જન્મ તારીખ ૨૩મી જુલાઈ હોય તો તમારો જન્માંક ૨ + ૩ એટલે કે ૫ થાય છે. એવી જ રીતે જયારે જન્મ તારીખ સાથે જન્મ નો મહિનો અને વર્ષ નો સરવાળો કરવામાં આવે તો તેને ભાગ્યાંક કેહવાય છે. જેમ કે જન્મ તારીખ હોય ૧૨-૦૯-૧૯૮૫ તો આ બધા આંકડા નો સરવાળો એટલે ૧+૨+૦+૯+૧+૯+૮+૫ = ૩૫ અને ૩+૫ એટલે ૮ તમારો ભાગ્યાંક છે.ભાગ્યાંક હમેશ માટે એક અંક મા જ લેવામાં આવે છે જેથી કરીને જ આપડે ઉપર આવેલ સરવાળા ૩૫ ને પાછુ ૩+૫ કરી એક અંક લેવા માટે ૮ જવાબ આવ્યો હતો. તો ચાલો હવે ગણો તમારો ભાગ્યાંક અને જુવો ક્યારે ખુલશે આ નસીબ નું તાળું.

ભાગ્યાંક ૧:૧ નંબર સૂર્ય નો આંક છે. અંકશાસ્ત્ર પ્રમાણે ૨૨ અને ૩૪મા વર્ષે તમને જીવન મા જોરદાર સફળતા મળવાની છે.

ભાગ્યાંક ૨:૨ નંબર નો સ્વામી ચંદ્ર છે. આ ભાગ્યાંક ધરાવતા વ્યક્તિઓ ને ૨૪મા તેમજ ૩૮મા વર્ષે મોટો ધન લાભ અને માન-પ્રતિષ્ઠા ની પ્રાપ્તિ થશે.

ભાગ્યાંક ૩ :આ આકંડા નો સ્વામી ગુરૂ  છે. આ ભાગ્યાંક ધરાવતા વ્યક્તિઓ ને જીવન ના ૩૨મા વર્ષે શ્રેષ્ઠ સફળતા મળે છે.

ભાગ્યાંક ૪:આ ૪ નંબર નો સ્વામી રાહુ છે. જેના લીધે નસીબ ચમકવા મા ઘણો સમય લાગે છે અને આ ભાગ્યાંક ધરાવતા વ્યક્તિઓ નું નસીબ ૩૬મા વર્ષે ચમકે છે.

ભાગ્યાંક  ૫:આ બંને આકંડા નો સ્વામી બુધ છે.  આ ભાગ્યાંક ધરાવતા વ્યક્તિઓ ને જીવન ના ૩૨મા વર્ષે શ્રેષ્ઠ સફળતા મળે છે.

ભાગ્યાંક ૬:આ ૬ નંબર નો સ્વામી શુક્ર ગ્રહ છે. જેના લીધે આ ભાગ્યાંક જે વ્યક્તિઓ નો છે તેને ૨૫મા વર્ષે જ સફળતા પ્રાપ્ત થઈ જાય છે તેમજ જીવન ના ૨૭મા અને ૩૨મા વર્ષે તેમને નો ધારેલી સફળતા મળે છે.

ભાગ્યાંક ૭:આ ૭ નંબર નો સ્વામી કેતુ છે. જેથી કરીને આ ભાગ્યાંક ધરાવતા વ્યક્તિઓ ને જીવન ના બીજા કે ત્રીજા દશકા સુધી સફળતા મળતી નથી. પણ એકવાર જયારે ત્રીસ વરસ પાર થઇ જાય છે ત્યારબાદ તો સફળતા સામે થી આવે છે અને તેમને પાછું વળી ને જોવું પડતું નથી. તેમનું ભાગ્યોદય ૩૮ અને ૪૪ મા વર્ષે તેમના માટે સારું વર્ષ સાબિત થાય છે.

ભાગ્યાંક ૮:આ ૮ નંબર પર શનિદેવ પોતે બિરાજે છે. જેને લીધે આ જાતકોને સફળતા મળવામાં વિલંભ થાય છે પરંતુ જીવન ના ૩૬મા અને ૪૨મા વર્ષે સફળતા મળે છે.આ સફળતા થી જાતક ની આર્થિક મુશ્કેલીઓ દુર થઈ તેની સમૃધ્ધિ મા અનેક ગણો વધારો થાય છે.

ભાગ્યાંક ૯:આ ૯ નંબર ના સ્વામી મંગળ છે અને જેના લીધા ભાગ્યાંક ધરાવતા લોકો ના જીવન ના ૨૮મા વર્ષે અકલ્પનીય સફળતા મળશે. આ વર્ષ તેમની જીવનશૈલી બદલી નાખે છે અને તેમને પુષ્કળ ધન તેમજ સમાજ મા પ્રતિષ્ઠા અપાવે છે. એક વાર તેમનું ગાડું આગળ ચાલવા લાગે તો પછી તેમને ક્યારેય પાછું ફરીને જોવાનો વારો આવતો નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું

Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *