સામાન્ય રીતે વાસ્તુ શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે ગણેશજીની મૂર્તિને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર રાખવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. આ સાથે સાથે આપણે આપણા ઘરમાં મંદિરમાં પણ ભગવાન ગણેશની મૂર્તિ રાખીએ છીએ.
આમ જો તમારા ઘરમાં પણ ભગવાન ગણેશની મૂર્તિ કે ચિત્ર હોઈ તો આ લેખમાં ખાસ તેને લગતી બાબતો જ આપી છે અને જે દરેકે જાણવું ખુબ જ જરૂરી છે, તો ખાસ વાંચી લો આ લેખ તમેપણ…
ગણેશજીની તસવીર મૂકવી અને તેને યોગ્ય રીતે મૂકવી તે ઘણી રીતે યોગ્ય માનવામાં આવે છે અને જો તેની દિશા અથવા સ્થિતિ યોગ્ય ન હોય તો તે નુકસાન પણ કરી શકે છે.
હિન્દુ પરિવારોમાં ઘરની અંદર વિવિધ પ્રકારના દેવી-દેવતાઓનાં ચિત્રો જોવા મળે છે.
ઘરમાં ભગવાન અને દેવી-દેવતાઓની તસવીર મૂકવા પાછળ લોકોનો હેતુ એ છે કે ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને સકારાત્મક ઉર્જા રહે છે.
ઘરના અન્ય ભાગો ઉપરાંત, મુખ્ય દ્વાર પર પણ ભગવાન ગણેશની તસવીર જોઇ હશે. ઘણાં લોકો ઘરની સુંદરતા વધારવા માટે તેને મુખ્ય દરવાજા પર પણ મૂકી દે છે.
આમ એક બાબત એ માનવામાં આવે છે કે, હિન્દુ માન્યતાઓ અનુસાર ગણેશજીની મૂર્તિને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર રાખવી શુભ માનવામાં આવે છે.
તો જો તમે પણ તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ગણેશજીની તસવીર લગાવી છે, તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ મેળવવા માટે વ્યક્તિએ ગણેશની મૂર્તિ અથવા ફોટો ઘરમાં રાખવો જોઈએ.
સ્વસ્તિક, ઓમ, શ્રી ગણેશ જેવા શુભ ચિહ્નો પણ ઘરમાં રાખવા ખુબ જ શુભ અને સારા માનવામાં આવે છે.
ખાસ ધ્યાનમાં રાખો આ બાબત
ઘરમાં જ્યાં પણ ભગવાન ગણેશની મૂર્તિ હોઈ ત્યાં ખાસ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ.
એવું માનવામાં આવે છે કે જેમ ભોલેનાથને પ્રસન્ન કરવા માટે કોઈ વિશેષ સામગ્રી અને પદ્ધતિની આવશ્યકતા નથી, તે જ રીતે દેવી પાર્વતી અને શિવના પુત્ર ગણેશને પ્રસન્ન કરવું સહેલું છે.
બુધવારે ગણેશજીની પૂજા કરવી વિશેષ ઇચ્છાઓમાં સફળ માનવામાં આવે છે.
માન્યતા અનુસાર ભગવાન ગણેશની પૂજા કરવાથી તમારા કામમાં આવતી અવરોધો દૂર થાય છે અને તમે ખુબ જ ધનવાન પણ બની શકો છો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.