આ મંદિરમાં બજરંગબલી છે ઉલટા, વાંચો તેની પાછળ શું છે આ ચમત્કારી કારણ ?

આ મંદિરમાં બજરંગબલી છે ઉલટા, વાંચો તેની પાછળ શું છે આ ચમત્કારી કારણ ?

દુનિયામાં હનુમાનજીના અનેક મંદિરો છે પણ આજે અમે એવા એક હનુમાન મંદિર વિષે જણવા જઈ રહ્યા છીએ જ્યાં હનુમાનજીની મૂર્તિ ઉલટી છે. આ પ્રાચીન મંદિરમાં સ્થાપિત બજરંગબલીની પ્રતિમા કદાચ વિશ્વની એકમાત્ર પ્રતિમા છે જેમાં હનુમાનજીનું સ્વરૂપ ઉલટું છે.

ભગવાન હનુમાનના નામનો જાપ કરવાથી ભક્ત તેના દુઃખ મુક્ત થઈ જાય છે એ આપણે જાણીએ જ છીએ પરંતુ આ મંદિરના જે પણ લોકો આવે છે એમની બધી જ તકલીફો એકદમ દુર થઇ જાય છે.

ક્યાં આવેલું છે આ મંદિર ?

મધ્યપ્રદેશની આર્થિક રાજધાની કહેવાતા ઇન્દોર શહેરથી આશરે 30 કિમી દૂર આવેલા સાંવેર ગામમાં આવેલું છે. આ મંદિરમાં હાજર પવનપુત્રની આ અદ્ભુત પ્રતિમાને જોવા માટે દેશભરમાંથી ભક્તો આવે છે.

હનુમાનજીની સાથે મંદિરમાં ભગવાન રામ, સીતા માતા, લક્ષ્મણ જી અને શિવ-પાર્વતીજીની મૂર્તિઓ છે.

મંદિરનો ઈતિહાસ

હનુમાન મંદિરની સ્થાપના વિશે એવી માન્યતા છે કે રામાયણ કાળમાં જ્યારે ભગવાન રામ અને રાવણ લડતા હતા. તે સમયે રાવણનો ભાઈ અહિરાવણ પોતાનું સ્વરૂપ બદલીને ભગવાન રામની સેનામાં જોડાઈ ગયો હતો અને બધા સૈનિકો સુઈ ગયા ત્યારે અહિરાવણ ભગવાન રામ અને લક્ષ્મણને મૂર્છિત કરી ને પાતાળ લોકમાં લઇ ગયો આ ઘટનાને જોઈ દરેક વાનર સેનામાં હંગામો મચી ગયો.

જ્યારે હનુમાનજીને આ વાતની ખબર પડી, ત્યારે તેઓ અહિરાવણની શોધમાં પાતાળ લોક પહોંચ્યા, ત્યાં હનુમાનજીએ અહિરાવણનો વધ કર્યો અને મૂર્છિત અવસ્થામાં રહેલા ભગવાન રામ અને લક્ષ્મણને પાછા લાવ્યા હતા.

એવું કહેવાય છે કે, જયારે મહાબલી હનુમાનજી ધરતીલોક થી પાતાળલોક જતા હતા ત્યારે તેમના પગ આકાશ તરફ અને માથું પાતાળ લોક તરફ હતું એટલા માટે અહીં હનુમાનજીની મૂર્તિ ઉલટી છે.

ઉલ્ટા હનુમાનજી ચમત્કારિક છે

જો કોઈપણ વ્યક્તિ બજરંગબલીના દર્શન માટે આ મંદિરમાં 3 અથવા 5 મંગળવાર સુધી સતત આવે છે, તો તેની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. એટલું જ નહીં, તેની તમામ ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે.

મંદિરમાં સ્થિત હનુમાનની પ્રતિમા અત્યંત ચમત્કારિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મંગળવારે મંદિરમાં હનુમાનજીને ચોલા અર્પણ કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *