તુલસી એક છોડ છે જે ધર્મની દ્રષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દરેક હિન્દુ ઘરમાં તેની પૂજા કરવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર તુલસીના છોડને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જે ઘરમાં તુલસી હોય છે ત્યાં વિષ્ણુની પત્ની રહે છે. આ સાથે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી શુદ્ધતા જળવાઈ રહે છે અને નકારાત્મકતા દૂર થાય છે.
બીજી બાજુ, તુલસીને ખુબ જ સારું માનવામાં આવે છે, આમ આજે આ લેખમાં એ બાબત વિષે વાત કરી છે કે જે ઘરે તુલસી હોઈ તો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ, તો ખાસ જાણીલો આ વિશે તમેપણ…
સામાન્ય રીતે પૌરાણિક માન્યતાઓ અનુસાર તુલસીને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ.
આમ તુલસીના પાનને પાણીમાં નાખીને સ્નાન કરવું તીર્થોમાં સ્નાન કરવા સમાન ગણાય છે.
ઘરમાં તુલસીનો છોડ રાખવાથી મુશ્કેલીઓ દૂર થાય છે અને પરિવાર પર માતા લક્ષ્મીના આશીર્વાદ વરસે છે.
પુરાણો અનુસાર, જે ઘરમાં અધિકમાસના દિવસે તુલસીની પૂજા કરવામાં આવે છે ત્યાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય રહે છે.
ઘરમાં તુલસીનો છોડ લગાવવાનો શ્રેષ્ઠ મહિનો કાર્તિકનો છે.
ઘરના આંગણા સિવાય રસોડામાં તુલસીનોછોડ પણ લગાવી શકાય છે.
આમ માન્યતાઓ અનુસાર, રસોડામાં તુલસી લગાવવાથી પરિવારમાં કલહ અને વિપત્તિ દૂર થાય છે.
વાસ્તુ અનુસાર તુલસીનો છોડ દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ.
તેનાથી ઘરમાં નકારાત્મક અસર પડી શકે છે.
તુલસી તોડવા વિશે જ નહીં, પણ તેને રોપવા અને પૂજામાં ઉપયોગ કરવા વિશે પણ ઘણી માન્યતાઓ છે.
તેને આ ઘરના આંગણાની મધ્યમાં રોપવું જોઈએ.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.