મિત્રો , જ્યારે પણ આપણા નવા ઘર નુ નિર્માણ કરતા હોય તથા નવા ઘર ની ખરીદી કરતા હોય તો સૌપ્રથમ તેના વાસ્તુ વિશે માહિતી મેળવવા મા આવે છે. એવુ કહેવાય છે કે જો ઘર તથા ઘર મા રહેલી બધી જ વસ્તુઓ વાસ્તુશાસ્ત્ર અનુસાર હોય હોય તો તે આપણા માટે લાભદાયી ગણાય છે તથા ઘર મા સકારાત્મકતા રહે છે. પરંતુ , જો ઘર મા કોઈપણ પ્રકાર નો વાસ્તુદોષ હોય તો તે આપણા માટે અનેક પ્રકાર ની સમસ્યાઓ નુ સર્જન કરી શકે છે.
હવે ઘણીવાર એવી પ્રોબ્લેમ્સ ઉદ્દભવતી હોય છે કે આપણે ઘર બનાવતા સમયે તથા ઘર ની ખરીદી કરતા સમયે વાસ્તુ પર યોગ્ય ધ્યાન આપી શકતા નથી. પરીણામે ઘર નુ વાસ્તુ અનુરૂપ બનાવવા માટે થોડી ઘણી ભાંગતોડ કરવી પડે છે. પરંતુ ,હાલ આ લેખ મા તમને એક એવા ચમત્કારીક ઉપચાર વિશે જણાવીશ. જેની સહાયતા થી તમે ઘર ની તોડભાંગ કર્યા વિના પણ ઘર ના વાસ્તુ ને સુધારી શકો છો.
ઘર ના પ્રમુખ દ્વાર માટે :
જો તમારા ઘર નો પ્રમુખ દ્વાર વાસ્તુશાસ્ત્ર અનુસાર નથી તો તમારા દ્વાર ની બંને બાજુઓ પર ઓમ , સ્વસ્તિક તથા ત્રિશુળ લગાવવુ. આ ઉપરાંત તમે પીરામીડ પણ લગાવી શકો. આ વસ્તુઓ લગાવવા થી તમારા પ્રમુખ દ્વાર સાથે સંકળાયેલા તમામ વાસ્તુદોષ દૂર થઈ જશે.
ઘર ના રસોઈઘર માટે :
જો તમારા ઘર મા રસોઈઘર વાસ્તુશાસ્ત્ર ને અનુરૂપ ના બનેલુ હોય તો આ રસોઈઘર ના બહાર ના ભાગ મા અથવાતો રસોઈઘર ની અંદર ના ભાગ મા ૧૮*૧૮ નો મિરર લગાવી દેવો તથા આ રસોઈઘર ના ઉત્તર-પૂર્વ ખૂણા મા પીરામીડ લગાવી દેવુ. જેથી આ રસોઈઘર ને લગતા તમામ વાસ્તુદોષ દૂર થઈ જશે.
ઘર ના ટોઈલેટ તથા બાથરૂમ માટે :
ઉત્તર-પૂર્વ દિશા મા વાસ્તુ અનુસાર પ્રભુ નો વાસ થાય છે માટે આ દિશા મા કયારેય પણ ટોઈલેટ અથવા તો બાથરૂમ ના બનેલુ હોવુ જોઈએ. પરંતુ , જો તમારા ઘર મા આ દિશા મા ટોઈલેટ કે બાથરૂમ હોય તો તેની અંદર ના ભાગ મા એક બાઉલ મા નમક ઉમેરી ને રાખી દેવુ. આ નમક ૨૦ દિવસ ના સમયગાળે બદલતુ રહેવુ જેથી તમારા ઘર ના ટોઈલેટ તથા બાથરૂમ ને લગતા તમામ વાસ્તુદોષ દૂર થઈ જાય.
ઘર ના બેડરૂમ માટે :
જો તમારા ઘર મા બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ અથવા તો દક્ષિણ-પૂર્વ દિશા મા હોય તો બેડરૂમ ના પ્રવેશદ્વાર પર ઓમ , સ્વસ્તિક તથા ત્રિશુળ લગાવી દેવુ. જેથી બેડરૂમ સાથે સંકળાયેલા તમામ વાસ્તુદોષ દૂર થઈ જાય.
ઘર ની પાસે ઉગાડેલા વૃક્ષ માટે :
જો ઘર ની આજુ બાજુ મા નૈઋત્ય ખૂણા પર કોઈ વૃક્ષ ઉગેલુ હોય તો નિયમીત સંધ્યાકાળે આ વૃક્ષ પાસે દીવો તથા અગરબત્તી મૂકવી જેથી આપણા ઘર મા રહેલા વાસ્તુદોષ દૂર થઈ જાય.
જળસ્ત્રોત માટે :
જો આગ્નેય ખૂણા મા કોઈ જળસ્ત્રોત એટલે કે કુવો અથવા તો બોરીંગ વગેરે હોય તો તેના થી ઘર મા વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને ઘર ની સ્ત્રીઓ તથા બાળકો ને શારીરીક તથા માનસિક સમસ્યાઓ થી પીડાવુ પડે છે. આવુ ના બને તે માટે આ જળસ્ત્રોત પાસે ફટકડી નો ટૂકડૉ મૂકી દેવો.