સામાન્ય રીતે તો એમ જ માનવામાં આવે છે કે, ભગવાનને કોઈ પણ સ્વરૂપે ઘરમાં રાખી શકાય છે. તે પથ્થરની મૂર્તિ પણ હોઈ શકે છે, તે ધાતુની મૂર્તિ પણ હોઈ શકે છે, તે એક ચિત્ર પણ હોઈ શકે છે. પરંતુ કોઈ પણ મૂર્તિ કે ચિત્ર મુક્ત પહેલા ખાસ એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ.
આજે આ લેખમાં ભગવાનની તસ્વીર મુકવાની સાચી દિશા વિષે વાત કરી છે જે દિશામાં તસ્વીર લગાવવાથી ભગવાન તમારા પર પ્રસન્ન થાય છે.
આમ ભૂલથી અશુભ દિશા માં મુકેલી તસ્વીર તમને ગરીબ બનાવી શકે છે, તો ખાસ જાણીલો શુભ અને અશુભ દિશાઓ વિષે…
ઘણા લોકો બેડરૂમમાં રાધા-કૃષ્ણના ફોટા અને મૂર્તિઓ રાખે છે.
પરંતુ તે ધ્યાનમાં રાખવું જોઈએ કે રાધા-કૃષ્ણની મૂર્તિ ક્યારેય બેડરૂમમાં ન રાખો.
હા, તેનું ચિત્ર રાખી શકાય છે, પરંતુ મૂર્તિને ફક્ત મંદિર અથવા ભગવાનના રૂમમાં રાખો
શિવલિંગ અને શિવ પરિવારને ઘરમાં રાખવાનો નિયમ પણ છે, જેને મોટાભાગના લોકો અવગણે છે.
ઘરમાં શિવલિંગની નહીં પણ શિવ પરિવારની મૂર્તિ હોવી જોઈએ.
ઘરમાં દરેક પ્રકારની સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે શિવ પરિવારની મૂર્તિ અથવા ચિત્ર શ્રેષ્ઠ છે.
આ દિશા છે શુભ :
ખરેખર ઉત્તર એ જળ તત્વની દિશા મનાય છે આમ આ દિશામાં તસ્વીર કે મૂર્તિ મુકવી ખુબજ શુભ માનવામાં આવે છે.
આમ ઉત્તર પૂર્વ અથવા તો પૂર્વ દિશામાં મૂર્તિઓ રાખવી શુભ માનવામાં આવે છે.
આ દિશા છે અશુભ :
તસ્વીરને દક્ષિણ દિશામાં રાખવું અશુભ માનવામાં આવે છે અને ક્યારેય ન કરવું જોઈએ. વાસ્તુ મુજબ દક્ષિણ દિશાનો સ્વામી યમરાજ છે અને આવી સ્થિતિમાં તેને શુભ માનવામાં આવતું નથી.
ખાસ ધ્યાનમાં રાખો આ વાત :
જો ઘરમાં ગુરુઓની મૂર્તિ હોય તો તેને પશ્ચિમ દિશામાં રાખો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.