હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કરવામાં આવેલા વર્ણન મુજબ ભગવાન શ્રી કૃષ્ણ જલ્દી જ પ્રસન્ન થતા દેવ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ તેમના દરેક સ્વરૂપથી ભક્તોને મોહિત કરે છે.
કેટલાક લોકો શ્રી કૃષ્ણને લાડુ ગોપાલના રૂપમાં તેમના ઘરે લાવે છે, જ્યારે કેટલાક ભગવાનની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરીને પૂજા કરે છે.
આમ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ ઘરે લાવ્યા પછી કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવો જોઈએ તેના વિષે જ આજે આ લેખમાં કરવામાં આવી છે, તો ખાસ જાણીલો આ વિષે તમેપણ..
માનવામાં આવે છે કે, જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો પૂજા-અર્ચના પછી પણ ભગવાનની કૃપા પ્રાપ્ત થતી નથી.
આજના લેખમાં, અમે તમને જણાવીશું કે જો તમે તમારા પોતાના મકાનમાં શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરી છે, તો તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ.
આ દિશામાં રાખવી જોઈએ ભગવાન કૃષ્ણની મૂર્તિ :
શ્રી કૃષ્ણની મૂર્તિને ઘરમાં પૂર્વ-પૂર્વ દિશામાં સ્થાપિત કરો. વાસ્તુ શાસ્ત્ર મુજબ દેવ-દેવતાઓની મૂર્તિઓની સ્થાપના માટે ઉત્તર-પૂર્વ દિશા ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જો તમે શ્રી કૃષ્ણની મૂર્તિને ઘરના મંદિરમાં સ્થાપિત કરી છે, તો પછી ઘરમાં મૂર્તિ પાસે લાકડાની વાસળી રાખવી ખુબ જ શુભ માનવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ તેમની વાંસળીથી ખૂબ પ્રસન્ન થાય છે, તેથી ઘરમાં વાંસળી રાખવાથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપા ઘરમાં બની રહે છે અને આ સાથે સાથે તમે ખુબ જ ધનવાન પણ બની શકો છો.
કૃષ્ણ રાધા વિના અધૂરા છે, તેથી શ્રી કૃષ્ણની મૂર્તિની સાથે ઘરમાં રાધાની મૂર્તિ રાખવી પણ ખુબ જ શુભ માનવામાં આવે છે.
એવું કહેવામાં આવે છે કે, મંદિર હંમેશાં મકાનમાં ઉત્તર-પૂર્વ દિશામાં બનાવવું જોઈએ.
ઘરમાં પૂજા સ્થળ હંમેશાં સુઘડ અને સ્વચ્છ રહેવું જોઈએ. પગરખાં, ચપ્પલ અથવા ચામડાની બનેલી વસ્તુઓ પૂજા સ્થળે ભૂલથી પણ ન રાખવી જોઈએ.
આમ શાસ્ત્રો અનુસાર શુભ કાર્યો માટે ઈશાન કોણને સારું અને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
મંદિરમાં ક્યારેય તૂટેલી મૂર્તિઓ ન હોવી જોઈએ.
જો કોઈ મૂર્તિ તૂટેલી હોય તો તેને પવિત્ર નદીમાં ફેંકી દેવી જોઈએ.
ધ્યાનમાં રાખો કે મંદિરમાં ક્યારેય ગણેશની ત્રણ મૂર્તિ ન હોવી જોઈએ.
શાસ્ત્રો અનુસાર મંદિરમાં ભગવાન ગણેશની ત્રણ મૂર્તિ રાખવી અશુભ માનવામાં આવે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.