તમને લોકોને જાણીને ખૂબ જ નવાઈ લાગી શકે એમ છે કે, ગણેશજી ના પુરુષ રૂપ ઉપરાંત તેમના સ્ત્રી રૂપની પણ પૂજા થાય છે.
ભારત ભૂમિમાં રહેતા તમામ ધર્મ પંથોમાં શક્તિની પૂજા મહત્વની રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે વિષ્ણુનો મહિમા અવતાર છે, તેમ ગણેશજીનો પણ સ્ત્રી અવતાર છે.
હા દોસ્તો, ગણપતિ બાપ્પાના સ્ત્રી રૂપને ગણેશી, વિનાયીકી વગેરે નામોથી દેશભરમાં પૂજવામાં આવે છે. બહુ ઓછા લોકો સ્ત્રી ગણેશની તસવીર વિશે પણ જાણતા હશે.
જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં વિનાયકીને એક અલગ દેવી તરીકે માનવામાં આવે છે.વિનાયિકીજીને અનેક જગ્યાએ 64 યોગિનીઓમાં પણ સામેલ કરવામાં આવ્યા છે.
મગધ સામ્રાજ્યમાં કેન્દ્ર એટલે કે બિહારથી દસમી સદીની વિનાયિકીની એક મૂર્તિ મળી હતી. મધ્ય પ્રદેશના ભેડાઘાટમાં સુપ્રસિદ્ધ 64 યોગિની મંદિરમાં પણ 41માં નંબરની મૂર્તિ વિનાયિકીની છે.
વિનાયિકીની સૌથી જૂની ટેરાકોટાની મૂર્તિ પહેલી શતાબ્દી ઈસા પૂર્વ રાજસ્થાનના રાયગઢમાં મળી આવી હતી. એવું નથી કે તમામ મંદિરોમાં વિનાયીકીની મૂર્તિ જોવા મળે છે, પરંતુ દેશભરમાં ઘણા એવા પંથ અને મંદિર છે, જ્યાં સદીઓથી ગણેશજીના સ્ત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
પૂણેથી 45 કિલોમીટર દૂર પહાડી પર બનેલ ભૂલેશ્વર મંદિરમાં પણ વિનાયિકીની પ્રતિમા છે, જે 13મી શતાબ્દીની છે. બૌદ્ધ ધર્મના લોકો તેને સિદ્ધિ કહે છે, તો અનેક ગ્રંથોમાં વિનાયિકીની ઈશાનની દીકરી કહેવામાં આવ્યા છે.
ઈશાન પ્રભુને શિવના અવતાર કહેવાય છે.
ભારત ભૂમિમાં રહેતા તમામ ધર્મ પંથોમાં શક્તિની પૂજા મહત્વની રહી છે. તેથી અહીં લગભગ દરેક દેવતાના સ્ત્રી સ્વરૂપની કલ્પના કરવામાં આવી છે. જેમ કે, અહી શિવની પૂજા પણ થાય છે અને તેમની શક્તિની પણ. જેવી રીતે વિષ્ણુનો અર્ધનારેશ્વર મહિમા અવતાર છે તેવી જ રીતે ગણપતિજીનો પણ સ્ત્રી અવતાર છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.