દુનિયાનું એ રહસ્યમય ટાપુ, જેને કહેવામાં આવે છે હિંદ મહાસાગરનો અનમોલ હીરો…

દુનિયાનું એ રહસ્યમય ટાપુ, જેને કહેવામાં આવે છે હિંદ મહાસાગરનો અનમોલ હીરો…

ઓર્ગન પાઈપ્સ ટાપુ મેડાગાસ્કરથી 70 કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે. અદભૂત કુદરતી સૌંદર્ય સાથેનું આ ટાપુ લગભગ 12.5 મિલિયન વર્ષો પહેલા અસ્તિત્વમાં આવ્યું હતું જ્યારે મેડાગાસ્કર આફ્રિકાથી અલગ થઈ ગયું હતું. ત્યાં ફક્ત બોટ દ્વારા જ પહોંચી શકાય છે અને આજ સુધી અહીં ફક્ત ગણતરીના પર્યટક આવ્યા છે, પરંતુ તેને હિંદ મહાસાગરનો કિંમતી હીરો કહેવામાં આવે છે.

આ ટાપુ 20 ટાપુઓના જૂથનો ભાગ છે, જેની સૌથી મોટી વિશેષતા ટ્યુબ આકારની બેસાલ્ટ જ્વાળામુખી ખડકો છે, જે આકાશમાંથી સુંદર દેખાય છે. તે મોટા પ્રમાણમાં ઉત્તરી આયર્લેન્ડમના પ્રખ્યાત જાયન્ટ કોઝવેની યાદ અપાવે છે. બંને સ્થળોએ, અચાનક જ્વાળામુખી ફાટી નીકળવાના કારણે અને વધુ ઝડપવાળા લાવાને કારણે આવા ખડકો રચાયા છે. પરંતુ આયર્લેન્ડનો જાયન્ટ કોઝવે એક વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પ્રખ્યાત છે જ્યાં દર વર્ષે હજારો પ્રવાસીઓ પહોંચે છે. બીજી તરફ વાર્ષિક માત્ર થોડા ટૂરિસ્ટ ઓર્ગન પાઈપ્સ પર પહોંચે છે અને તે પણ બોટની મદદથી.

અહીં આવનારા મોટાભાગના પર્યટકો એક દિવસની સફર માટે આવે છે. દરેક જણ આશરે 20 મીટર લંબાઈ ધરાવતા, બળી ગયેલા તાંબા જેવા દેખાતા સેંકડો થાંભલાઓ વિશે જાણવાનો પ્રયાસ કરે છે. વળી, કેટલાક અન્ય લોકો લુપ્ત માછલીની 40 મિલિયન વર્ષ જુની જાતિના અવશેષો શોધવાનું કામ કરે છે. તે અવશેષો જ્વાળામુખીના લાવાઓથી સમુદ્રની સપાટીથી ઉપર આવવાનું અનુમાન છે. આ સિવાય લોકો લીલા કાચબા અને બોટલ નાકવાળી ડોલ્ફીન સાથે દરિયામાં તરવાની મજા પણ લે છે.

ઓર્ગન પાઈપ્સના તાંબુ અને બેસાલ્ટ ખડકો વચ્ચે પ્રકૃતિની હાજરી પણ સ્પષ્ટ છે. હવે આ તસવીરમાં જુઓ, તાંબાના રંગીન ખડકો વચ્ચે ફક્ત એક છોડ જ વિકસ્યો છે. લગભગ 12 કિલોમીટર લાંબા અને ત્રણ કિલોમીટર પહોળા આ ટાપુ પર સમુદ્રના ઘણા પક્ષીઓ છે. આમાં બ્રાઉન બૂબીઝ, નોર્ધન ગેનેટ અને સફેદ પૂંછડીવાળા ટ્રોપિક પક્ષીઓ શામેલ છે. તે પણ રસપ્રદ છે કે આ પક્ષીઓ વરસાદ થયા બાદ ખડકોમાંથી ફિલ્ટર કર્યા પછી શુદ્ધ પાણી પીને તેમની તરસને છીપાવે છે.

આ ટાપુ પર 100 જોડી વિશેષ ફ્રિગેટ પક્ષીઓ પણ વસે છે. પક્ષીઓના નિષ્ણાંતો અથવા પક્ષીઓમાં રસ ધરાવતા લોકો પણ આ પક્ષીઓને જોવા અહીં પહોંચે છે. અહીં દુનિયાની સૌથી લુપ્ત પ્રાય પક્ષીઓમાં સામેલ મેડાગાસ્કર ફિશ ઇગલ પણ જોવા મળે છે, જેને કિંગ ઓફ ધ સ્કાય પણ કહે છે.

આશરે 20 ટાપુઓના આ જૂથમાં ફક્ત ગ્રાન્ડ મિટસિઓમાં જ માણસ વસે છે, જે ઓર્ગન પાઈપ્સથી 20 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે. ગ્રાન્ડ મિટસિઓમાં લગભગ 1500 લોકો રહે છે, જેમનું જીવન ખેતી પર આધારિત છે. માછીમારો પણ સ્વોર્ડફિશ અને આફ્રિકન રેડ સ્નેપર જેવી માછલીની શોધમાં આ વિસ્તારમાં પહોંચે છે. પહેલાં તે મેડાગાસ્કરનો ભાગ હતો. આને કારણે, મેડાગાસ્કરના પ્રાચીન શાહી ઘરોના અવશેષો અહીં મળી આવે છે. ખાસ કરીને પાંચથી પંદરમી સદી સુધી મેડાગાસ્કર પર રાજ કર્યા વાળા સાકાલાવા વંશના રાજાઓ દ્વારા બાંધવામાં આવેલી ઇમારતો, મઝારની ઝલક જોવા મળે છે.

આવી જ એક મજાર ઓર્ગેન પાઇપ્સથી 40 કિ.મી. પૂર્વમાં, તોલોહો ટાપુ પર દેખાય છે. પ્રવાસીઓ અહીં વર્ષના અમુક સમયે જ આવે છે. આવતી વખતે પરંપરાગત વસ્ત્રો લામ્બા જરૂર પહેરે છે, અને રાજાઓના ભૂત માટે મધ, પૈસા અને રમની ભેટ લઈને જ જાય છે.

ઓર્ગન પાઈપ્સની ઉત્તરપૂર્વ દિશામાં 37 કિ.મી. સ્થિત ચાર વિશાળ બેસાલ્ટ પત્થર જોવા મળે છે. આ પત્થરો વિશે એક દંતકથા પણ છે. ભગવાને પાંચ ભાઈઓને મિટ્સીયો આઇલેન્ડ પર મોકલ્યા હોવાનું કહેવાય છે. પાંચમા ભાઈએ તેના બાકીના ભાઈઓ સાથે ઝઘડો કર્યો અને તે તેના ભાઈઓથી છૂટો થઈ ગયો અને ગુસ્સે થઈને ચાલ્યો ગયો. મેડાગાસ્કરના ઉત્તરી દરિયાકાંઠેથી દેખાતું એક વિશાળ પથ્થર તે ભાઈનું પ્રતીક માનવામાં આવે છે.

આ ટાપુઓમાં, તે જ ટાપુ પર એક ખાનગી રીજોર્ટ કોન્સ્ટેસ સારાબસજિના છે જ્યાં રોકાવાની વ્યવસ્થા છે. તે ઓર્ગન પાઈપ્સ થી 30 કિલોમીટર દક્ષિણમાં સ્થિત છે. આ ટાપુ પર પથ્થર, જ્વાળામુખીના ખડકો અને વિવિધ પ્રકારના બાડામેયર છોડ છે. ડોલ્ફિન્સ અને લીલા કાચબા અહીં જોવા મળે છે. જુલાઈથી ઓગસ્ટની વચ્ચે, હમ્પબેકવાળી વ્હેલ પણ અહીં જોવા મળે છે.

ટાપુઓની આજુબાજુના સમુદ્ર જીવોની દુનિયા એકદમ જીવંત છે. અહીં 300 થી વધુ પ્રકારની માછલીઓ અને મૂંગા મળી આવે છે. તેમાં ઇલ, બારાકુડા, કિંગ ફીશ અને ટુના શામેલ છે. આ સિવાય શાર્ક માછલીઓ પણ મળી આવે છે. તેમાં ગ્રે રીફ, વ્હાઇટ ટીપ, સિલ્વર ટીપ, ઝેબ્રા જેવા શાર્ક શામેલ છે. આ ટાપુ જૂથમાં કોઈ પ્રદૂષણ નથી, તેથી અહીં સૂર્યાસ્ત જોવો એ આશ્ચર્યથી ઓછું નથી. અહીંથી સમુદ્ર મોઝામ્બિક ચેનલમાં ડૂબતો દેખાય છે અને સૂર્ય પીગળતા સોનાની જેમ દેખાય છે. ઓર્ગન પાઈપ્સનો સૂર્યાસ્ત ખૂબ જ આકર્ષક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *