દ્રૌપદી ના આ પાંચ રહસ્ય કે જે “મહાભારત” સીરીયલ મા પણ નથી દર્શાવ્યા, જરૂર થી વાંચો

દ્રૌપદી ના આ પાંચ રહસ્ય કે જે “મહાભારત” સીરીયલ મા પણ નથી દર્શાવ્યા, જરૂર થી વાંચો

મહાભારતમા દ્રૌપદી નુ પાત્ર એક અતિ મહત્વપૂર્ણ હતી, દ્રૌપદી જેવી સ્ત્રી એ સમયે સંપૂર્ણ ભારત વંશ મા મળવી કપરી હતી, એ તમામ ગુણો થી પરીપૂર્ણ હતી. દ્રૌપદી પાંચાલ દેશ ના રાજા દ્રુપદ ની કન્યા હતી, તેથી તેને દ્રુપદ કન્યાના નામ થી પણ ઓળખવામા આવતી, મહારાજ દ્રુપદે દ્રૌપદી ને યજ્ઞમાથી કુરુવંશ ના વિનાશ માટે જ પ્રગટ કરેલી હતી. યજ્ઞમાથી પ્રગટ થયેલી હોવા ને કારણે તે યજ્ઞસની ના નામ થી ઓળખાતી હતી. દ્રૌપદી ના જીવન ના એવા પાંચ રહસ્ય જે ભાગ્યે જ તમામ વ્યક્તિઓ ને ખબર હોય.

દ્રૌપદી દ્વારા થયેલા પૂણ્ય ના કાર્યો – લોકવાયકા મુજબ દ્રૌપદી નુ વસ્ત્રહરણ થયુ એ સમયે દ્રૌપદીએ કરેલા બે પુણ્ય કરેલ તે તમને કામ મા આવેલા. પ્રથમ કારણ એ છે કે, એકવાર દ્રૌપદી ગંગામા સ્નાન કરવા ગયેલ અને એ સમયે તેને એક ઝાડીઓ મા છુપાયેલા સાધુ જોયા, જે ગંગાસ્નાનાર્થે આવેલો પણ તેની ધોતી ગંગા મા વહી ગયેલ જેના લીધે તે ઝાડીઓમા છુપાઈ ગયેલ હતો, દ્રૌપદી ને આ વાત સાધુ વડે ખબર પડતા તેઓએ એકાએક જ તેની સાડી માથી ધોતી જેવડો કટકો તોડી ને આપી દીધો અને એ સમયે સાધુએ પ્રસન્ન થઈ ને તેમને આશીર્વાદ આપેલ.

અન્ય કારણ એ છે કે, શુશુપલના વધ સમયે પ્રભુ શ્રી ક્રષ્ણના હાથ મા સુદર્શન ચક્ર છૂટ્યુ બાદ, શ્રી ક્રષ્ણ ની આંગળી મા લાગી ગયેલ, એ સમયે દ્રૌપદીએ તેની સાડી ફાડીને પ્રભુને પાટ્ટો બાંધેલ. આ દ્રૌપદી ના વ્યવહાર થી પ્રભુ શ્રી ક્રષ્ણે દ્રૌપદી ને કહેલ કે એક દિવસ તેની આ સાડીની કિમત એ તેમને અવસ્જ્ય ચૂકવી આપીશે. અને આ કર્યો થી દ્રૌપદી ના વસ્ત્રહરણ ના સમયે તેમની સાડી ખુબ જ લાંબી થઇ ગઈ જે દુઃશાસન વડે ખેચવા છતા પણ પૂર્ણ જ ના થઇ.

મહાભારત મા દ્રૌપદીને પાંચ ભરથાર હતા,તો આ પાંચ ભરથાર માટેની વાત તેના પહેલા જનમ સાથે સંકળાયેલી છે, પાછલા જનમ મા દ્રૌપદી મહારાજ નળ-દમયંતી ની કન્યા હતી, તેમનુ નામ નલયની હતુ. નલયની એ પ્રભુ શંકર ની કઠીન તપશ્ચર્યા કરીને પાંચ ગુણવાળો પતિની ઈચ્છા જણાવેલી તથા તેના પાંચ ગુણો આ પ્રમાણે હતા, તેમનો પતિ ધર્મે જ્ઞાની હોય,તેમના પતિમા ૧૦૦૦ હાથી જેટતી તાકાત હોય, તેમનો પતિ વીર મહાયોદ્ધા તેમજ સર્વેશ્રેઠ ધનુરધારી હોય, તેમનો પતિ ઉત્કૃષ્ટ જ્ઞાની હોય તથા કામદેવ સમાન રૂપવાન હોય.

અને આ તમામ ગુણો એક માનવી માં મળવા શક્ય નથી,એવુ શંકર ભગવાન એ દ્રૌપદીને કહેલ પણ દ્રૌપદી તેમની જીદ્દ પર અડગ રહ્યા ત્યારે ભગવાન શિવએ કહ્યું કે તને પાંચ પતિ મળશે અને તુ રોજ સવારે સ્નાન કરીશ એટલે પુનઃ કુવારીકા થઇ જઈશ અને આવી રીતે દ્રૌપદી પાંચ સ્ત્રીમાથી એક થઇ ગઈ. કર્ણ, ભગવાન કૃષ્ણ અને દ્રૌપદિમા સરખાપણુ- દ્રૌપદિ આમ તો ભગવાન ક્રષ્ણ ના નામ થી ઓળખાણ ધરાવતી હતી, તેમના દેહ નો રંગ ક્રષ્ણ જેમ જ શ્યામવર્ણી હતો, એટલે કૃષ્ણ તરફ થી જ તેમને કૃષ્ણા નામ આપવામા આવેલું, અને તેને પ્રભુ શ્રી કૃષ્ણ પ્રિય સખી પણ માનતા હતા.

પ્રભુ શ્રી કૃષ્ણ ની માંસપેશિયા મૃદુ હતી અને તેથી જ તેનો દેખાવ સ્ત્રી જેવો લાવણ્યમાય લાગતો હતો. પણ યુદ્ધ સમયે તેની માંસપેસિયા વિસ્તૃત થઈ જતી હતી તથા કાયમ કુમળા દેહવાળા કૃષ્ણ કઠોર પ્રતિત થતા, અને આજ સરખાપણુ દ્રૌપદી તથા કર્ણ ના દેહ મા પણ હતુ. દ્રૌપદી કૃષ્ણ ને પ્રેમ કરતી હતી, કૃષ્ણ ની એક દાસી હતી કે જે તેના વિશે ના તમામ સમાચાર દ્રૌપદી ને આપતી હતી, અને કૃષ્ણ ના સાહસ થી દ્રૌપદી કૃષ્ણ તરફ ખેંચાઈ હતી,એકવાર કૃષ્ણ અને દ્રૌપદી ની મુલાકાત થાય છે એ સમયે કૃષ્ણ એ દ્રૌપદી ને અર્જુન વિશે માહિતી દઈ ને દ્રૌપદીને અર્જુન તરફ આકર્ષી હતી.

ત્યાર થી જ બન્ને વચ્ચે મિત્રતા થઇ હતી તેમજ કૃષ્ણ ને જ્ઞાત હતુ કે, મહારાજ દ્રુપદ એવો જમાઈ ઈચ્છતા હતા કે જે દ્રૌણ સામે તેમની પ્રતિ-શોધ ની અગ્નિ ને ઠારી શકે અને કૃષ્ણ દ્રૌપદી સાથે લગ્ન કરી ને કોઈની પ્રતિશોધની અગ્નિ નો મોહરો બનવા ઈચ્છતા નહોતા. અને અનેક કવિ તેમજ લેખકો એ ક્રષ્ણ તથા દ્રૌપદી ના સંબંધ વિશે લખેલ છે, કૃષ્ણ તથા કૃષ્ણા બન્ને એકબીજા માટે સર્વોત્તમ હતા, પણ કૃષ્ણ તથા રાધા ના સંબધ ને ખુબ જ મહત્વ પ્રદાન કરવા મા આવ્યુ છે, જે સંબંધ તો નાનપણ નો હતો, જયારે દ્રૌપદી તથા કૃષ્ણ નો સંબધ તો આત્મીયતાનો હતો.

પણ ભક્તિકાળના સમય મા કવિઓ એ આ સંબંધ ની ઉપેક્ષા કરેલ તથા રાધા સાથે ના સંબધ ને જ વધુ મહત્વ આપ્યુ છે.  દ્રૌપદી નુ જીવન – દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે લગ્ન કરેલ, ભરી સભામા તેમનુ વસ્ત્રહરણ કરવા મા આવેલ હતુ, મત્સ્ય વંશ ના મહારાજ કીચકે તેમની સાથે જોર-જબરદસ્તી કરવા ઈચ્છેલ, દ્રૌપદી એ 12 વર્ષ સુધી વનવાસ ભોગવેલ, અને અજ્ઞાતવાસ સમયે તેમણે એક દાસી ની જીંદગી જીવેલ. દ્રૌપદી ને પાંચ કન્યાઓ ગણવામા આવે છે, પુરાણો મુજબ ૫ સ્ત્રીઓ ના લગ્ન કર્યા પછી પણ કન્યા મા ગણના થાય છે, તેમાનું એક નામ છે દ્રૌપદી, આ પાંચ કન્યાઓ પુરણો મુજબ,અહિલ્યા, દ્રૌપદી, કુંતી, તારા તથા મંદોદરી હતા.

પાંચ યુવાનો સાથે લગ્ન કરવા છતાપણ પોતાના ચરિત્ર ને સમાજ ની સામ પાવન સિદ્ધ કરેલ. કુરુવંશ નુ સંપૂર્ણ યુદ્ધ દ્રૌપદી ને કારણે જ થયેલ. પાંચ પતિઓ હોવા છતાપણ દ્રૌપદી ને એકલતા હતી કારણ કે તમામ ભાઇઓ એ બીજા લગ્ન કરી ને અન્ય રાણીઓ સાથે ગૃહસંસાર વસાવેલો, સૌથી વધુ અધર્મ નુ કાર્ય દ્રૌપદી ના જીવનમા એ થયુ કે, યુદ્ધ ના અંત ભાગ મા અશ્વથામા એ તેમના પાંચેય પુત્રોનો રાત ના સમયે ઊંઘરા હતા અને મારી નાખેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *