લગ્ન બે લોકોનુ મિલન હોય છે.
ઘણા સમય પહેલા લગ્ન ખૂબ સાધારણ રીતે જ થઈ જતા હતા પણ હવે લગ્ન પહેલા પણ અનેક પ્રકારના ફંક્શંસ થાય છે.
લગ્નની પ્રક્રિયા સગાઈના ફંક્શનથી શરૂ થય છે.
લગ્ન પહેલા એંગેજમેંટ થાય છે. જેમા કપલ્સ એકબીજાને રિંગ્સ પહેરાવે છે.
તમે નોટિસ તો કર્યુ જ હશે કે કપલ્સ એકબીજાને ડાબા હાથની ત્રીજી આંગલી (અનામિકા)માં અંગુઠી પહેરાવે છે.
પણ શુ તમને ખબર છે તેની પાછળ શુ કારણ હોય છે.
આજની આ રિપોર્ટમાં અમે તમને લગ્ન પહેલા થનારા સગાઈના રિવાજ વિશે કેટલાક ફેક્ટ્સ બતાવવા જઈ રહ્યા છે. જાણો એ શુ છે..
કેવી રીતે શરૂ થઈ સગાઈની પરંપરા
સગાઈની પરંપરા ઘણા વર્ષોથી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પરંપરાની શરૂઆત રોમાંસના યુગમાં જ થઈ ગઈ હતી. એક રોમન કપલે આ પરંપરાની શરૂઆત કરી હતી.
ત્રીજી આંગળીમાં રિંગ પહેરાવવાના કારણ
કારણ 1 –
રોમની માન્યતા મુજબ આ ફિંગરમાંથી થઈને એક નસ સીધી દિલ સાથે જોડાય છે.
આ જ કારણ છે કે કપલ્સનુ દિલથી દિલ સાથે કનેક્શન થાય તેથી હાથની ત્રીજી આંગળી (અનામિકા)માં અંગૂઠી પહેરાવવામાં આવે છે. તેને રિંગ ફિંગરના નામથી ઓળખવામાં આવે છે.
કારણ 2 –
ચીનની માન્યતા મુજબ દરેક આંગળી એક સંબંધને દર્શાવે છે.
જેવી કે અંગૂઠો માતા-પિતાના સંબંધને, તર્જની ભાઈ-બહેનના સંબંધને, મધ્યમા ખુદ વ્યક્તિ માટે, અનામિકા પાર્ટનર માટે અને કનિષ્ઠા (સૌથી નાની આંગળી) બાળકો સાથેના સંબંધો માટે હોય છે.
આ જ કારણ છે કે અનામિકા પાર્ટનર માટે હોય છે તેથી તેમા જ અંગૂઠી પહેરાવવામાં આવે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.