આજકાલના સમયમાં બદલાતી જીવનશૈલીના કારણે મોટાભાગના લોકો દેશી ઔષધિથી બનતા પીણા પીવાનું ભૂલતા થઈ ગયા છે. તેના બદલે મોંઘા અને નુકશાનકારક ઠંડા પીણાનો વપરાશ વધી ગયો છે. જેના પરિણામે અનેક બીમારીઓનો ભોગ બનતા થઈ ગયા છે. જ્યારે આપણા વડીલો ઠંડા પદાર્થોમાં કુદરતી રીતે મળતા પીણાનો ઉપયોગ કરતા હતા, પરિણામે આરોગ્ય સારું રહેતું હતું.
એવા જ એક ઠંડા પીણાનું નામ છે તકમરિયા. આયુર્વેદમાં તેનો ખાસ ઉલ્લેખ જોવા મળે છે. આયુર્વેદમાં બતાવવામાં આવે છે કે તે અનેક રોગો મટાડે છે. ખાસ કરીને વજન ઓછું કરવા માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. તકમરિયાને ચિયા બીજ પણ કહેવામાં આવે છે. તેને અંગ્રેજીમાં બેસિલ સીડ્સ કહેવામાં આવે છે. તુલસીની મંજરીના જેમ તેને ફૂલ અને બીજ આવતા હોય છે. તે જંગલી તુલસી જાતિનો જ એક છોડ છે. ભારતમાં પ્રાચીન સમયથી આ છોડ છે જેનો વર્ષોથી ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
કેવી રીતે કરવું સેવન- સિયા બીજનું સેવન મોટાભાગના લોકો દૂધ અને પાણીમાં પલાળીને કરતા હોય છે તેના માટે આખી રાત પાણીમાં પલાળી સવારે ખાવા જોઈએ. તેનાથી બીજું કોઈ પ્રકારનું નુકશાન થતુ હોતું નથી. તેને કોઈ પણ પ્રવાહીમાં પલાળીને ખાવાથી પોષણ લાભ મળે છે. તે પાણીને શોષે છે. અને શરીરને હાઇડ્રેટ રાખે છે.
રાત્રે 1 કે 2 ચમચી પાણીમાં આ બીજ પલાળી રાખો અને સવારે વધારાનું પાણી કાઢી લો. પછી તેમાં જેલ જેવો ભાગ વધે છે તેને કોઈપણ ખોરાકમાં સામેલ કરી શકો છો. તે સિવાય દહીં સાથે પણ તેનું સેવન કરી શકો છો. દહીંમાં મિક્સ કરીને ખાવાથી ઝેરી પદાર્થોને દૂર કરે છે. જેથી સવારે નાસ્તા સમયે ખાવાથી પ્રોટીન અને ફાઈબર સારી માત્રા મળી રહેતા શરીર તંદુરસ્ત રહે છે.
તમને અનર્જી મળે તે માટે સૂકા મેવા, નટ બટરની સાથે ઓટ્સ અને સિયા બીજનો ઉપયોગ કરી શકો છો. તે કોઈ ફળ કે શાકભાજી સાથે પણ ખાઈ શકાય છે. તેને સલાડમાં મિક્સ કરીને પણ ખાઈ શકાય છે. તે ઉપરાંત પુડિંગ, પેન કેક કે સ્મૂધીમાં નાખીને પણ ખાઈ શકાય છે. આ બીજને કોઈ પણ વસ્તુમાં ઓછામાં ઓછા અડધો કલાક પલાળવામાં આવે તો ફૂલી જાય છે. તેના પછી જ ખાવાથી વધારે ગુણ કરે છે.
તકમરિયાથી વજન ઉતરશે- આ બીજને કાર્બોહાઈડ્રેટ અનાજ ગણવામાં છે. તેને પાણી અથવા દૂધ કે અન્ય કોઈ પ્રવાહી સાથે પલાળવામાં આવે તો ફૂલી જાય છે. બીજો સૌથી વધારે લાભ એ છે કે તેમાં ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં રહેલી હોય છે.
તમે જો 2 ચમચી સિયા બીજ લેશો તો તેમાં 10 ગ્રામ જેટલા ફાઈબર મળી રહેશે. માટે વજન ઘટાડવામાં કારગત સાબિત થાય છે. તેમાં પ્રોટીનની માત્રા પણ સારી રહેલી હોય છે. એક રિસર્ચ મુજબ જાણવા મળ્યું છે કે સિયા સીડ્સ સપ્લીમેંટેશનથી ભૂખ ઓછી લાગે છે. અને તે શરીરમાં રહેલા ઝેરી પદાર્થો અને વસાને દૂર કરવામાં મદદ કરે છે.
ડાયાબિટીસ- તકમરિયા ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણા ઉપયોગી છે. તેમાં આવેલ ફાઈબર લોહીમાં સુગરને કંટ્રોલ રાખે છે. સાથે તે ઇન્સુલિનની સંતુલિત માત્રા જાળવી રાખે છે. સાથે તે કાર્બોહાઈડ્રેટને સુગરમાં બદલવાની ગતિને ધીમી કરે છે. જેના લીધે લોહીમાં સુગરની માત્રા ઓછી થઈ જાય છે.
બ્લડ પ્રેશર- 100થી 200 મીલીગ્રામ તકમરિયાના દાણા દરરોજ લેવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. એક કપ પાણીમાં અડધી ચમચી તકમરિયાનું તેલ દિવસમાં બે વખત લેવાથી બ્લડપ્રેશર ઓછું રહે છે. તકમરિયામાં બીપી ઘટાડવાનો ગુણ રહેલો છે. જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. જેમાં તે ઓમેગા-3 ફેટી એસિડના લીધે વધારે ફાયદો આપે છે.
દાંત માટે- દાંત અને પેઢાની બીમારી માટે મદદરૂપ સાબિત થાય છે. દાંતની સમસ્યામાં દાંતમાં રહેતા જીવાણું અને કચરાને પણ તેઓ ઠીક કરે છે. તેમાં એન્ટીફંગલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ, એન એન્ટી માઇક્રેબીયલ ગુણ હોય છે. જેથી દાંત અને મોઢાની સમસ્યામાં ઘણો ઉપયોગી સાબિત થાય છે. તે સિવાય તણાવ દૂર કરે, આંખોને ઠંડક આપે, ઉંઘ પૂરતી લાવે, વાળની સમસ્યા, મૂત્રાશયના રોગો, શ્વસનતંત્રની બીમારી, ચામડીના રોગો જેવા અનેક રોગો માટે વરદાન રૂપ છે. આ બીજ.
નિયમિત સેવન કરવાના ફાયદા- એન્ટી ઓક્સિડેન્ટ, ઓમેગા-3 છે. જે હૃદયને સ્વસ્થ રાખે છે. જે કોલેસ્ટ્રોલને ઝીરો કરે છે. જેથી વજન વધતું હોતું નથી. તેના પર કેટલાક રિસર્ચ થયેલા છે તેમાં જાણવા મળ્યું છે કે આ બીજ આતંરડામાં રહેલા ઝેરી પદાર્થોને સાફ કરે છે. અને પેટની તકલીફથી બચાવે છે. તે સિવાય આંતરડામાં જમા થયેલી ગંદકીને સાફ કરે છે. જેનાથી ડાયાબિટીસ જેવી બીમારીને કંટ્રોલ રાખી શકાય છે.
નિયમિત સેવન કરવાના ફાયદા- એન્ટી ઓક્સિડેન્ટ, ઓમેગા-3 છે. જે હૃદયને સ્વસ્થ રાખે છે. જે કોલેસ્ટ્રોલને ઝીરો કરે છે. જેથી વજન વધતું હોતું નથી. તેના પર કેટલાક રિસર્ચ થયેલા છે તેમાં જાણવા મળ્યું છે કે આ બીજ આતંરડામાં રહેલા ઝેરી પદાર્થોને સાફ કરે છે. અને પેટની તકલીફથી બચાવે છે. તે સિવાય આંતરડામાં જમા થયેલી ગંદકીને સાફ કરે છે. જેનાથી ડાયાબિટીસ જેવી બીમારીને કંટ્રોલ રાખી શકાય છે.
તમે આ બીજને હંમેશાં દૂધ અથવા પાણીમાં પલાળીને ખાઈ શકો છો. વેજિટેબલ જ્યૂસ અને લીંબુ પાણીમાં નાખીને પણ લઈ શકો છો. સ્મૂધી કે શેકમાં પણ મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. રોજ તેનું સેવન ખૂબ જ લાભદાયી બનશે.
તકમરિયામાં રહેલા ગુણ- તકમરિયા શીતળ, તાવ મટાડનાર, અને વાતહર છે. તે સિવાય તકમરિયા રૂચી વધારે તથા જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. નાના બાળકોને દાંત આવતા સમયે થતા ઝાડા મટાડવા માટે ઉપયોગી છે. તકમરિયાના બીજમાં સેપોનીન નામનો પદાર્થ રહેલો હોય છે. જે પેશાબ વાટે કચરો, સ્ખલન અટકાવવું, માસિકનો દુખાવો ઘટાડવા વગેરે ઇલાજ તકમરિયા દ્વારા થાય છે.
આ બીજમાં ઓમેગા-3, ફેટી એસિડ, પ્રોટીન, એન્ટી ઓક્સીડન્ટ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. આજ કારણથી તેને સુપરફૂડ કહેવામાં આવે છે. ઉનાળામાં આ બીજનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. તેનો જ્યૂસ પીવાથી લૂ લાગતી નથી અને શરીરને ઠંડક મળે છે.
આ વાતનું ધ્યાન રાખવું- લો બીપી વાળી વ્યક્તિએ તકમરિયાનું સેવન પ્રમાણસર કરવું જોઈએ. તેમાં ફાઈબરની માત્રા વધારે હોવાથી વધારે સેવન તમારું પેટ બગાડી શકે છે. બાકી તમે રોજ પ્રમાણસર તેનું સેવન કરશો તો શરીરને ફિટ અને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદ કરશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.