વાસણ પડવાનો અવાજ આવ્યો અને શીતલ ની આંખ ઉઘડી ગઈ. ઘડિયાળમાં જોયું તો આઠ વાગી રહ્યા હતા, આથી તુરંત જ પલંગમાંથી બેઠી થઈ ગઈ.
અરે! મમ્મી એ કહ્યું હતું કે કાલે સવારે વહેલું ઉઠવાનું છે. પુરી, દૂધપાક વધુ બનાવવાનું છે. અને હું મોડે સુધી સૂઈ રહી. હવે ખબર નહિ શું થશે! ખબર નહીં મમ્મી, પપ્પા મારા વિશે શું વિચાર છે, હે ભગવાન ક્યાંક મમ્મી ગુસ્સે તો નહીં થઈ જાય ને? અને આવા સવાલ પૂછીને અંદરોઅંદર ગભરાવવા લાગી, આંસુ બહાર આવવાના બાકી હતા, બાકી પૂરી રીતે ગભરાઈ ચૂકી હતી શીતલ.
સાસરુ આ નામ તેને ડરાવી રહ્યું હતું, એના દાદીએ પણ કહ્યું હતું કે, સાસરું છે, જરા સંભાળીને રહે છે. ધ્યાન રાખજે કોઈને કંઈ બોલવાનો મોકો ન આપીશ નહિ તો તારે સાંભળવું પડશે. સવારે વહેલી જાગી જજે. નાહી ધોઈને સાડી પહેરીને તૈયાર થઈ જજે અને તારા સસરા-સાસુ ના આશીર્વાદ લેજે. કોઈ પણ એવું કામ ન કરતી જેના કારણે તારા માતા-પિતાને કોઇ આમ તેમ બોલે.
શીતલ ના મનમાં એક પછી એક એમ આ દાદીની કહેલી વાતો ગુંજવા લાગી. પછી ગમે તેમ કરીને ઉતાવળમાં એ ઉતાવળમાં તૈયાર થઈ, અને હજુ તો બહાર નીકળી રહી હતી ત્યાં અરીસામાં પોતાનો ચહેરો જોયો તો યાદ આવ્યું કે નથી ચાંદલો નથી સિંદૂર, આદત હતી નહીં તો આ બધું લગાડવાની ભૂલી ગઈ હતી.
ચાંદલો આમતેમ શોધવા લાગી પછી સિંદૂર શોધવા લાગી. ન મળ્યું તો લેટેસ્ટ એક થી માથા ઉપર હળવી લાઈન ખેંચીને રૂમમાંથી ફટાફટ બહાર નીકળી ગઈ.
જે ઉતાવળમાં શીતલ રૂમમાંથી બહાર આવી હતી, એ તેના ચહેરા ઉપર ચોખ્ખેચોખ્ખું નજર આવી રહ્યું હતું. અધુરામાં પુરૂ તેની ઉતાવળી ચાલ પણ છલકી રહી હતી. ભાગતી ભાગતી તે રસોડામાં તો દાખલ થઈ ગઈ પરંતુ ત્યાં પહોંચીને જોવે તો શું!
એને આવી રીતે દોડીને આવતા જોઈને સાસુએ તેની તરફ આશ્ચર્યથી જોયું. પછી ઉપરથી નીચે સુધી ધીમે ધીમે નિહાળીને મરક મરક હસીને કહ્યું, આવો દીકરા! ઊંઘ થઈ ગઈ કે નહીં?
શીતલ ગળુ ચોખ્ખું કરીને બોલી હા મમ્મી! પરંતુ જરા મોડી ઊંઘ આવી હતી એટલે સવારે જલદી આંખ ન ખુલી, સોરી. શીતલ ગળું તો ચોખ્ખું કરી લીધું પરંતુ છતાં પણ તેના અવાજ માં થી ડર છલકાઈ રહ્યો હતો.
વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો…